જમ્મુ-કાશ્મીરના ઝંડા સિવાય અન્ય કોઈ ઝંડો નહીં ઉઠાવવું: મેહબુબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ આજે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન વિવાદીત નિવેદન કર્યું છે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના સિવાય બીજો કોઈ ધ્વજ ઉઠાવીશ નહી જેને પગલે ફરી એક દેશ બે ઝંડાવાળી રાજકારણને આગળ ધરીને ત્રિરંગો હાથમાં લેવાનો ઈનકાર કર્યો છે. જ્યાં સુધી અમારો ધ્વજ અમારી પાસે પરત નહીં આવે ત્યાં સુધી અમે કોઈ અન્ય ધ્વજ નહીં ઉઠાવીશું જ્યારે અમને અમારો ધ્વજ પાછો મળશે, ત્યારે અમે અન્ય ધ્વજ (ત્રિરંગાને પણ ઉઠાવીશું.

તેમજ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારત જમ્મુ-કાશ્મીરની જમીન માંગે છે, તેના લોકોને નહીં. હું આર્ટીકલ 370 ફરીથી જ્યાં સુધી લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈ ધ્વજ નહીં ઉઠાવવું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મને આર્ટિકલ 370 પુન સ્થાપિત થશે તેનો વિશ્વાસ છે. જેમણે આપણો હક છીનવ્યો છે તેમણે અમારો અધિકાર પરત આપવો પડશે. હું જમ્મુ અને કાશ્મીરના મારા લોકોને ખાતરી આપવા માંગુ છું. તેમજ જાહેર કર્યું કે જ્યાં સુધી આમ નહી થાય ત્યાં સુધી તે કોઈપણ ચૂંટણી લડશે નહીં.