માસ્ક નહીં સોશિયલ ડિસ્ટન્સ નહીં

ગુજરાત સહિત સમ્રગ દેશમાં કોરોના મહામારીના પગલે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. ગઈકાલે જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ સાંસદ સી.આર પાટીલ દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી અને અમિત શાહને મળવા ગયા હતા. જે દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સી.આર પાટીલની તસ્વીર સોશિયલ મિડિયામાં વાયરલ થઈ છે.

જેમાં પ્રદેશ પ્રમુખ અને મોદીએ મોઢા પર માસ્ક પહેર્યું નથી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન થયું નહોતું. જેને પગલે લોકો સોશિયલ મિડિયા પર મોદીના બે ગજની દૂરીના સૂત્રની ટીકા કરી રહ્યા છે.