દિલ્હીમાં શાળાઓ ખુલશે નહીં: CM કેજરીવાલ

કોરોના વાયરસના પગલે સમ્રગ દેશમાં શાળાઓ બંધ છે હવે કેન્દ્ર સરકાર તબક્કાવાર શાળાઓ ખોલવા વિચારી રહી છે. આ સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સ્વતંત્ર દિને કહ્યું કે, દિલ્હી સરકાર ત્યાં સુધી શાળાઓ ખોલશે નહીં જ્યાં સુધી કોરોના અંગે સ્થિતિ સંપૂર્ણ સારી થઈ જાય નહીં. તેમજ કેજરીવાલે પર્યાવરણ, ભ્રષ્ટાચાર અને સ્વચ્છાતા અંગે દેશવાસીઓને ત્રણ અપીલ કરી છે.

દિલ્હી સચિવાલયમાં આજે સ્વતંત્રતા દિવસના ભાષણમાં સીએમ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં બે માસ અગાઉની સરખામણીમાં હાલ કોવિડ -19 ની સ્થિતિ કાબૂમાં છે. મુખ્યમંત્રીએ કોરોનાની જંગમાં કેન્દ્ર સરકાર, કોરોના વોરિયર્સ’ અને વિવિધ સંગઠનો સહિતના તમામ હોદ્દેદારોનો કોરોના સાથેના વ્યવહાર માટે આભાર માન્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સરકાર માટે શાળાના બાળકોની સુરક્ષા અને આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમજ કહ્યું કે, હું તેમને ખાતરી આપવા માંગુ છું કે અમે બાળકોની તેટલી સંભાળ રાખીએ છીએ જેટલું ધ્યાન તમે રાખો છો. જ્યાં સુધી અમને સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી અમે શાળાઓ ખોલવાના નથી.