જનતાની ના પડી હોય તો કંઈ નહીં પરંતુ તમારા જ કાર્યકરોને કોરોના થશે તો શું?

લોકો જાણે છે કે ભાજપ માટે કોરોના નહીં ચૂંટણી જ પ્રાથમિકતા છે શંકરસિંહ વાઘેલા

કોરોના મહામારી દરમ્યાન સી.આર પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. જે દરમ્યાન ભાજપના કાર્યકર્તાઓ ભાજપના પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં ટોળેટોળા ઉમટી રહ્યા છે. જેને પગલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ ઘટના અંગે ટીકા કરીને ટ્વીટ કર્યું છે.

જેમાં લખ્યું છે કે, જનતાની ના પડી હોય તો કંઈ નહીં પરંતુ તમારા જ કાર્યકરોને કોરોના થશે તો શું? હાલ કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારે ગાઈજ લાઈન જારી કરી છે પરંતુ તેનો ભાજપના નેતા કે કાર્યકરો જ અમલ કરી રહ્યા નથી.