સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓરિસ્સાના યુવાનોએ ફરીથી તોફાન મચાવ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ નગર આવેલું છે. અહીં ઓરિસ્સાવાસી લોકોની સંખ્યા ઘણી વધુ છે. આ યુવકોએ આજે સવારે જાહેર માર્ગ પર આવીને ફરીથી તોફાન મચાવ્યું હતું.

યુવકો લાકડી લઈને બહાર આવી ગયા હતા તેમજ શાકભાજીની લારીઓને ઉંધી કરી દીધી હતી આ બાબતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોફાની યુવકોની અટક કરીને તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા છે.