ડોક્ટર ડે નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓએસડી તથા સુપ્રિન્ટેન્ડેન્ટનું બહુમાન કરાયું

આજે ડોક્ટર ડે નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલના ઓ.એસ.ડી. એમ.એમ. પ્રભાકર તથા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જે. વી. મોદીનું અસારવા રાજસ્થાની સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું રાજસ્થાની પરંપરાગત રાજસ્થાની પાઘડી અને ફૂલમાળા પેહરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજના ડોક્ટર ડે પ્રસંગે અસારવાના સિનિયર કાઉન્સિલર બીપીન ભાઈ પટેલ સુમનબેન રાજપૂત, નરોડા વિધાનસભાના પ્રભારી ગીરીશ વણઝારા, અસારવા યુવા પ્રમુખ સાવનભાઇ માળી, શાહીબાગ યુવા પ્રમુખ વિકીભાઈ સિસોદિયા અસારવા વોર્ડ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃત પ્રજાપતિ અને રાજસ્થાની સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.