પાક.નો FATFના બ્લેકલિસ્ટથી બચવા દાઉદ, હાફિજ સઇદ સહિત 88 આતંકી પર પ્રતિબંધ મૂક્યો

FATF(ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) દ્વારા પાકિસ્તાનને ફરી જૂન માસમાં ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું હતું. જેને પગલે હવે પાકિસ્તાન FATFના બ્લેક લિસ્ટમાંથી બચવા પ્રયાસ કરી રહ્યું છે. તેમજ પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે 88 આતંકી સંગઠનો વિરૂદ્ધ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. જેમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનો પણ સમાવેશ થાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, પાક. સરકાર દ્રારા જારી કરાયેલી યાદીમાં દાઉદના દાઉદના નામનો દસ્તાવેજ વ્હાઇટ હાઉસ, કરાચીમાં તેમના સરનામાંની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.