પાલઘરની ઘટના હિન્દુ-મુસ્લિમનો મામલો નથી: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિન્ચિંગ ઘટના બાદ ઉદ્ધવ સરકાર નિશાન પર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે પત્રકાર પરિષદ યોજી કહ્યું કે આ ઘટનામાં કોઈ દોષિતોને બક્ષસે નહીં તેમજ લોકોએ આ મુદ્દાને ઉશ્કેરવાનો પ્રયાસ ના કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મોબ લિન્ચિંગ ઘટનામાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરે આ ઘટનાને લઈને કહ્યું કે આ હિન્દુ-મુસ્લીમ કોઈ ઘટના જ નથી. તેમજ આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે. દરેકને સમજાવવામાં આવ્યુ છે કે આ ઘટના ધર્મ સાથે સંકળાયેલી નથી. પરંતુ જે પણ લોકો આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા આગ લગાવવાનું અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાલઘર નજીક એક ગામમાં ટોળાએ ત્રણ લોકોને માર મારીને હત્યા કરી છે. તેમજ ટોળાને આ ત્રણેય લોકો ચોર હોવાની શંકા હતી. જે દરમિયાન પોલિસકર્મીઓ પણ હાજર હતા. પરંતુ તેઓ માત્ર તમાશો જોતા રહ્યા. જેને પગલે રાજ્ય સરકાર દ્રારા આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, 100થી વધુ લોકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય લોકો પર કેસ કર્યો છે.