Video: વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તેની ટીમ સ્વાનને લાડુ ખવડાવશે

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ગુજરાતની જનતા દ્વારા ચુસ્તાપણે પાલન પણ કરવામાં આવી રહ્‌યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે પણ આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના વેપાર-ધંધા-રોજગાર સહિત રોજીંદુ જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તેમજ મુંગા પશુ પક્ષીઓની હાલત દયનીય બની ગઈ છે.

ત્યારે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને તેમની ટીમ દ્વારા આજે ભુખ્યાને ભોજનના યજ્ઞમાં વધુ એક પહેલ કરી છે. વિપક્ષના નેતાએ માનવીની સાથે મુંગા અને વફાદાર પ્રાણીની પણ ચિંતા કરતા આજરોજ અમરેલી ખાતે શ્વાન (કુતરા)ના પેટની ચિંતા કરી અંદાજે 300 કિલો ચુરમાના લાડુ બનાવ્યા હતા.

આ બનાવવામાં આવેલ લાડવાનું અમરેલી ખાતે વિતરણ કરવામાં આવનાર છે. અમરેલી ખાતેના ચાલુ કરાયેલ રાહત રસોડાના ટીમના અને કોંગ્રેસ અગ્રણી સંજયભાઈ ગજેરા (ગઢીભાઈ) જેનું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ છે જેઓની અંતિમ ઈચ્છા શ્વાનને લાડુ ખવડાવવાની હતી જે આજરોજ પરેશ ધાનાણી અને તેમની ટીમ દ્વારા પૂરી કરવામાં આવેલ છે.