Video: શિક્ષણ મંત્રી જ્યાંથી જીત્યા છે તેવા ધોળકા નજીકના વટામણ ગામમાં લોકોને પીવાનું પાણી મળતું નથી

એક બેડું પાણી ભરવા માટે મહિલાઓને પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી મળતું નથી. વટામણ ગામની વસ્તી ૧૫,૦૦૦ની છે લોકોને તથા ઢોરઢાંખરને પીવાના પાણીની ખુબજ તકલીફ પડી રહી છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી તેઓને તો ફક્ત પૈસા કમાવવામાં રસ છે.

હાલમાં વારણા હેડ વર્કસ ખાતે ચાલુ મશીનરી બદલીને ભ્રષ્ટાચાર આચરવાના ઇરાદાથી નવી મશીનરી કોન્ટ્રાકટર અને અધિકારીઓના ફાયદા માટે નાખવામાં આવે છે. જેના પરિણામે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થવાથી વટામણ ગામને પાણી મળતું નથી. બળબળતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

કોરોના તો મારતાં મારશે પણ લોકો અને ઢોરઢાંખર પાણી વિના ચોક્કસ મારી જશે. વૃદ્ધ અશક્ત લોકોને પણ ૫ કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડે છે.

One Reply to “Video: શિક્ષણ મંત્રી જ્યાંથી જીત્યા છે તેવા ધોળકા નજીકના વટામણ ગામમાં લોકોને પીવાનું પાણી મળતું નથી”

  1. The lease should take initiative action with government and elected MLA for immediate action for the betterment of the mankind and also animals.
    Water is the very essential in covid19 for servival of lives.

Comments are closed.