રવિવારે રાત્રે 9 વાગ્યે નવ મિનિટ માટે લોકો પોતાને ઘરે લાઇટ બંધ કરી દીપ પ્રગટાવે: PM મોદી

– લોકો પોતાના ઘરની બહાર ન નીકળે અને ટોળા ન બનાવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 9 વાગ્યે દેશવાસીઓને એક નાનકડો વિડીયો મેસેજ આપ્યો છે. જેમાં તેઓએ ૧૩૦ કરોડ લોકોને અપીલ કરી છે કે તેઓ ૫મી એપ્રિલે રવિવારે રાત્રે 9:00 નવ મિનિટ માટે ઘરની તમામ લાઈટો બંધ કરી દેવી ત્યારબાદ ઘરની ગેલેરીમાં અથવા તો દરવાજા પાસે દીપ અથવા મીણબત્તી પ્રગટાવવો અથવા તો ટોર્ચનો પ્રકાશ કરવો વડાપ્રધાન મોદીએ લોકોને શિખામણ આપી છે કે કોરોનાની સામે લડાઈ લડવા માટેનું આ પર્વ પોતાના ઘરમાં જ ઉજવવાનું છે કોઈએ પણ પોતાના ઘરની બહાર કે સોસાયટીમાં પણ નીકળવાની જરૂર નથી.

કોરોના સામે લડવા માટે નાગરિકો એકબીજાની વચ્ચે ડિસ્ટન્સ રાખે તે જરૂરી છે. પ્રકાશ પર્વની ઉજવણીમાં ડિસ્ટન્સ રાખવાનો જ મેસેજ અપાશે આમ સામાજિક અંતરથી કોરોનાને ખતમ કરીને દેશવાસીઓ પોતાની તાકાતનો પરિચય આપશે મોદીએ ભારપૂર્વક જણાવ્યુ કે લોકોએ શેરી ગલ્લા કે મહોલ્લામાં ટોળામાં ભેગા થવાનું નથી.

કોરોના મહામારી સામે લડવા માટે દેશવ્યાપી લોકડાઉનને આજે 9 દિવસ થયા. દેશવાસીઓએ નિયમ, સેવાભાવ પરિચય આપ્યો છે, તે અભૂતપૂર્વ છે. શાસન-પ્રશાસન-જનતાએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદી ૫ એપ્રિલ રાત્રે ૯ વાગે હુ જનતા પાસે ૯ મીનીટ માંગુ છું. નરેન્દ્ર મોદી 5 એપ્રિલ રવિવારે રાત્રે ૯ વાગ્યે ઘર ની લાઇટ બંધ કરી દીવા, મીણબત્તી, કે મોબાઈલ ની ફલેશ લાઇટ ચાલુ કરી ૯ મિનિટ સુધી ચાલુ રાખે.

આ આયોજન સમયે કોઇએ એકઠા નથી થવાનું, આ આયોજનમાં કોઇએ સોશિયલ ડિસ્ટન્સ તોડવાનું નથી . કોરોનાના સંકટના અંધકારને પડકારવા માટે, તેને પ્રકાશની શક્તિનો પરિચય કરાવો પડશે. 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે.