ગુજરાતમાં નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં દુકાનો સવાર 8થી 4 વાગ્યા સુધી ખોલવાની છૂટ: વિજય રૂપાણી

કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય પાન-ગલ્લા અને સલૂન શોપને મંજૂરી અપાશે

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન ચોથો તબક્કો લાગુ કર્યો છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે છૂટછાટ આપવા રાજયના મુખ્યમંત્રી પણ ઢોળ્યુ છે. જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી ગાઈડલાઈન જારી કરી છે.

જેમાં આવતીકાલથી નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં વેપાર-ધંધા દુકાનો ખોલવા સવાર આઠ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી ખોલવાની છૂટછાટ આપી છે. તેમજ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં માત્ર આવ્શ્યક ચીજ વસ્તુઓની જ દુકાનો ખોલશે.

અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરવામાં આવશે તેમજ માત્ર બે પેસેન્જર બેસાડવામાં આવશે. એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે પરંતુ અમદાવદમાં એસટી બસ સેવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાત કન્ટેનમેન્ટ વિસ્તારમાં સિવાય પાન-ગલ્લાની શોપ પણ ખોલી શકાશે.