PM મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધશે, લોકડાઉન વધશે?

કોરોના કારણે 25 માર્ચથી 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન છે જે આવતી કાલે પૂર્ણ થઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કરશે. જેની પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)એ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

આ સંબોધનમાં વડાપ્રધાન મોદી પ્રવર્તમાન સ્થિતિને જોતા લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવવાની ઘોષણા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મોદી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકડાઉનના મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી જેમાં લોકડાઉનને લબાંવવામાં સંમતિ દર્શાવી હતી.

દેશભરમાં કોરોના કેસોની સંખ્યા 9152ને આંબી ગઈ છે. જ્યારે 308 લોકોના કોરોના કારણે મોત નિપજ્યા છે. તેમજ 857 દર્દીઓ સાજા થઈને તેમના ઘરે પરત ફર્યા છે. રવિવારે મુંબઈમાં કોરોના વાયરસના 152 કોસો સામે આવ્યા જ્યારે 24 કલાકમાં 16 લોકો મૃત્યુ પામ્યા. દિલ્હીમાં પણ છેલ્લા 24 કલાકમાં 85 કેસો નોંધાયા અને જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે.