PM મોદી કેવડિયાથી સી-પ્લેનમાં અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ અમદાવાદથી કેવડિયા વચ્ચેનું સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા છે. થોડા સમયમાં મોદી સાબરમતી નદીએ ઉતરશે. મોદીના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે.

નોંધનીય છે કે, પીએમ મોદીના આગમનને પગલે મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.

તેમજ અમદાવાદમાં કડક સુરક્ષા વ્યવસ્થાનોં ચોંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક માર્ગો પર વાહનવ્યહાર બંધ કરીને ડાયવર્ટ પણ કરાયો છે. રિવરફ્રન્ટના બંને તરફના માર્ગોને અને RTO સર્કલથી વાડજ સર્કલ સુધીનો માર્ગ બંધ કરાયો છે. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ રૂટ બંધ રહેશે.