PM મોદી ગીરનાર રોપ-વેનું લોકાપર્ણ કરવા 9 નવે. જૂનાગઢ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મોદી 9 નવેમ્બરના રોજ ગીરનાર રોપ-વે ખૂલ્લો મૂકવા જૂનાગઢ આવે તેવી શક્યતા છે. હાલ આ પ્રોજેકટની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. વડાપ્રધાનનો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે, આગામી મહિનાથી કેન્દ્રીય ટીમના પ્રવાસ શરૂ થશે.

નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લાના ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું 1 મે 2007ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 110 કરોડના ખર્ચે તૈયાર થનારા આ રોપ-વે પ્રોજેક્ટ અંદાજે 2.3 કિલોમીટરની લંબાઈ છે અને ઉંચાઇ 900 મીટરની છે.