PM મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું, સી-પ્લેન સહિત કુલ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા કેશુબાપા અને નરેશ-મહેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી તેમજ તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. ત્યાર બાદ મોદી ગાંઘીનગરથી કેવડિયા કોલોની પહોંચી ગયા છે.

નોંધનીય છે કે આવતીકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજંયતિ છે જે દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે દેશના પ્રથમ સી-પ્લેન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સહિત કુલ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન અગાઉ 31 તારીખે અમદાવાદ આવવાના હતા પરંતુ ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાનું નિધન થતા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમા છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે.