“એમ્ફાન”ને બંગાળને ઘમરોળ્યા પછી PM મોદીએ 1000 કરોડની સહાયની ઘોષણા

પશ્ચિમ બંગાળમાં “એમ્ફાન” વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. જે છેલ્લા 283 વર્ષોમાં સૌથી ભયાનક તૂફાન હતું. આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એમ્ફાનથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ નિરીક્ષણ કર્યું. જે બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાનું મદદ કરવાની જાહેરાત કરી છે.

હવાઈ સર્વે બાદ મોદીએ કહ્યું જ્યારે દેશમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે બીજી તરફ પૂર્વે ક્ષેત્રમાં તૂફાને પ્રભાવિત કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્ને એમ્ફાનને પગલે પૂર્વે તૈયારી કરી હતી પરંતુ તેમ છતાં વાવઝોડાએ 80 લોકોનો ભોગ લીધો. તે સિવાય સંપત્તિને મોટા પ્રમાણમાં નકસાન થયું છે જેમાં મકાનો ધરાશાયી અને માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 1000 કરોડની પ્રારંભિક આર્થિક સહાયની જાહેરાત કરી છે તે ઉપરાંત મૃતકોના પરિવારને 2 લાખ અને તેમજ ઘાયલોને 50 હજાર આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.