PM મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રઘાનમંત્રી મોદીએ બપોરે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે પીએમ મોદી અગાઉ 6 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે ટિ્‌વટ કર્યું કે, ‘હું આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંદેશ મોકલીશ, તમારે જોડાવું જ જોઇએ’.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત જારી છે, પીએમ મોદીએ લોકોને સતત અપીલ કરી રહ્યાં છે કે તેઓ નિયમોનું પાલન કરે. પીએમ મોદી દ્વારા આ મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા ન હોય ત્યાં સુધી કોઈ છૂટછાટ નહી જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે અને સક્રિય કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે.