PM મોદીના માતા હીરાબાએ પણ પીએમ રિલિફ ફંડમાં 25 હજારનું દાન આપ્યું

અત્યારે સમગ્ર દેશ કોરોનાવાયરસની મહામારીથી ભઈ ભીત છે. ચાઇના બાદ ઈટાલી સ્પેન અને હવે અમેરિકામાં કોરોના ભારે હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં હજુ સદનસીબે મોટી જાનહાની થઈ નથી અને સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભારતમાં કોરોના વધશે નહીં. બીજી બાજુ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનના રાહત ફંડમાં નાગરિકો ખુલ્લા દિલથી પોતાની તાકાત પ્રમાણે સારો મંગાવ્યા છે.

દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ પોતાના અંગત ખાતામાંથી ૨૫,૦૦૦ રૂપિયાનું દાન વડાપ્રધાન ના રાહત ફંડમાં માટે આપ્યું છે અત્રે નોંધનીય છે કે આ અગાઉ પણ કુદરતી આપત્તિ ની પરિસ્થિતિ વખતે પણ હીરાબાએ પોતાની તાકાત પ્રમાણે નું દાન સરકારને આપ્યું છે એટલું જ નહીં નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગર રાયસણ ગામ માં રહેતા માતા-પિતાને મળવા જાય છે અને જન્મદિવસ નિમિત્તે તેમના આશીર્વાદ લેશે.

એ સમયે પણ હીરાબા તેમને શુકન માટે નાની રકમ આપે છે 25 હજાર રૂપિયાથી કોઈ લાંબો ફરક પડવાનો નથી પરંતુ વડાપ્રધાનના માતા મોટી ઉંમરના હોવા છતાં પણ દેશ માટે જાગૃતિ રાખી ને જે કામ કરી રહ્યા છે તે ઘણું જ સરાહનીય છે અને નાગરિકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે હીરાબાએ એક પ્રકારનો મેસેજ આપ્યો છે કે મહામારી જીવી આફતોમાં જ્યારે દેશ સપડાયો છે ત્યારે નાનામાં નાના નાગરિકે પણ પોતાની શક્તિ પ્રમાણે નું ડોનેશન જમા કરાવવું જોઈએ.