PM મોદી કોરોના લડાઈમાં વિશ્વમાં નંબર-1

કોરોના કારણે વિશ્વના ભારત સહિત દેશોમાં લોકડાઉન છે. કોરોના મહામારી દરમિયાન વિશ્વની પ્રખ્યાત સર્વે એજન્સી ગેલપએ વિશ્વના 28 દેશોની સરકારોની કામગીરીનું સર્વેક્ષણ કર્યું હતુ. જે સર્વેમાં ખુલાસો થયો છે કે કોરોના સંક્રમણ સામે લડવામાં વડાપ્રધાન મોદી વિશ્વના નંબર-1 નેતા છે.

ગેલપ સર્વેક્ષણ મુજબ 91 ટકા લોકોનો મત ભારત સરકાર કોરોના સામે લડવામાં સારી કામગીરી કરી રહી છે. તેમજ ભારત સરકારની રેટિંગ વિશ્વભરની સરકારોમાં નંબર-1 છે. અને સર્વેમાં શામિલ 79 ટકા લોકોએ કહ્યું કે લોકડાઉન વધારવાનો સરકારનો નિર્ણય યોગ્ય હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકા એજન્સીએ પણ કોરોના સામેની જંગમાં મોદીને વિશ્વના નંબર-1 નેતા ગણાવ્યા હતા. મોર્નિગ કન્સલ્ટ નામની ગ્લોબલ ટેકનોલોજી અને મીડિયા કંપનીએ માર્ચ મધ્યમાં એક સર્વે કર્યો હતો. જે સર્વેમાં વડાપ્રધાન મોદીને કોરોનાની લડાઈમાં સૌથી વધુ પ્રભાવશાળી નેતા બન્યા હતા.

જે બાદ બ્રટિનની ઓનલાઈન ડિજિટલ એને એનાલિટિક્સ ફર્મ YouGov સર્વેમાં પણ કોરોના લડાઈમાં પીએમ મોદીને દુનિયાના બીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. વિશ્વની પ્રખ્યાત સર્વે એજન્સી ગેલપમાં વડાપ્રધાન મોદીના કામની પ્રશંસા થઈ છે. જેમાં ભારત સરકાર પર સર્વેમાં 91 ટકા પ્રજાને વિશ્વાસ છે. આસ્ટ્રેલિયાની સરકાર પર 86 ટકા જનતાને વિશ્વાસ છે.

48 ટકા લોકો ટ્રમ્પના કામથી નાખુશ
સર્વે અનુસાર અમેરિકામાં 48 ટકા લોકોના મત પ્રમાણે સરકાર બરાબર કામ કર્યું નથી. થાઈલેન્ડમાં 81 ટકા લોકો કોરોના લડાઈમાં સરકાર કામકાજથી નાખુશ છે. જ્યારે જાપાનમાં પણ 69 ટકા લોકો સરકારથી નારાજ છે.