PM મોદીનો લેહથી ચીનને લલકાર: વિસ્તારવાદનો યુગ સમાપ્ત, વિકાસવાદનો યુગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક લેહ પહોચ્તા ચીનને કડક સંદેશ આપ્યો છે. જે દરમ્યાન મોદીએ ભારતીય જવાનોને સંબોધિત કરતા કહ્યું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો હવે વિકાસવાદનો સમય આવ્યો. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક તેમજ વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે.

તેમજ મોદી કહ્યું કે, ગત સદીઓમાં વિસ્તારવાદીએ જ માનવતાનું સૌથી વધુ નુકસાન અને વિનાશ કરવાનું કામ કર્યું. જ્યારે પણ વિસ્તારવાદનો વિજય કોઈની પર સવાર થઈ જાય તો હંમેશા તો વિશ્વશાંતિ માટે જોખમ સર્જે છે. ઈતિહાસ સાક્ષી છે કે, આવી શક્તિ નાશ થઈ ગઈ અથવા ઝૂંકવા મજબૂર થઈ ગઈ છે. આજે સમગ્ર વિશ્વમાં વિસ્તારવાદની વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેમજ વિશ્વ વિકાસવાદને સમર્પિત છે. જ્યારે -જ્યારે હું રાષ્ટ્રની સુરક્ષા સાથે સંકળાયેલ કોઈ નિર્ણય વિશે વિચાર કરૂ ત્યારે હું બે માતાઓને સ્મરણ કરુ છું પ્રથમ ભારતમાત બીજી વીર માતા જેમણે તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ તમારા સન્માન, પરિવારના સન્માન અને ભારતમાતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સૈન્ય માટે જરૂરી શસ્ત્ર અથવા તમારા માટે સાજો વસ્તુ આ તમામ પર અમે વધુ ધ્યાન આપી રહ્યા છીએ હવે દેશમાં સરહદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ ત્રણ ગણો કરવામાં આવ્યો છે.