PM મોદી 8 એપ્રિલે કોરોના મુદ્દે રાજ્કીય પાર્ટીના નેતા સાથે ચર્ચા કરશે

કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પાર્ટીના ફ્લોર લીડર્સ સાથે વાત કરશે. તેમજ મોદી રાજકીય પાર્ટીના નેતાઓ વચ્ચે વીડિયો કોન્ફ્રંરન્સ દ્વારા ચર્ચા કરશે. જેની માહિતી આજે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદન જારી કરીને આપી હતી.

પ્રહલાદ જોશી જણાવ્યું કે વડાપ્રધાન મોદી રાજકીય પાર્ટીના નેતાઓ સાથે કોરોના વાઈરસના સંકટ મામલે ચર્ચા કરશે. સંસદમાં જે પાર્ટીના પાંચથી વધુ સાંસદ તેમની સાથે કોરોના મુદ્દે વાતચીત કરશે.

કોરોના વાઈરસના સંકટના લીધે વડાપ્રધાન મોદી વિવિધ ક્ષેત્રોના અગ્રણી લોકો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. તેમજ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ મુખ્યમંત્રી સાથે 2જી એપ્રિલ કોરોના મુદ્દે ચર્ચા કરી હતી. જે દરમિયાન રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે મેડિકલ કીટ તેમજવ આર્થિક સહાયની મદદ માંગી હતી.