અમદાવાદના નિકોલમાં પોલીસે શ્રમજીવીઓની શાકભાજીની લારીઓ ઉંધી પાડી દીધી

– શાકભાજી વેચીને રોજેરોજનું ખાવાવાળા પર પોલીસની દબંગાઇ લારી ઉંધી કરતો પોલીસનો વિડીયો વાયરલ

હાલમાં સમગ્ર દેશમાં 14મી એપ્રિલ સુધી લોકડાઉન છે ખતરનાક કોરોનાવાયરસ નો કેર ઓછો થતો નથી પરંતુ આવી પરિસ્થિતિમાં પણ સરકારે શાકભાજી અનાજ કરીયાણા દૂધ વગેરે જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટેની છૂટ આપેલી છે એટલું જ નહીં સરકારે ગઈકાલે દાવો કર્યો હતો કે સરકારે નાના મોટા વેપારીઓ અને છૂટક ફેરિયાઓ વગેરે મળીને દોઢ લાખથી વધુ લોકોને પાસ આપ્યા છે.

જેથી તેઓ ધંધો કરી શકે

આજે સવારે કેટલીક એવી મહિલાઓ અને પુરુષો પોતાના નિત્યક્રમ મુજબ શાકભાજીની લારીઓ લઈને નિકોલમાં આવ્યા હતા નાગરિકો હજુ શાકભાજીની ખરીદી કરવા આવે તે પહેલા જ આ રસ્તા પરથી એક પોલીસની વેન પસાર થઈ હતી શાકભાજીની લારી લઇને પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય અધિકારીઓ ગુસ્સે ભરાયા હતા પોલીસની ગાડી રોકીને અધિકારીઓ નીચે ઉતર્યા હતા તેમજ શાકભાજીની લારીઓને ઊંધું કરી દેવાની શરૂઆત કરી હતી.

આ જોઈને શ્રમજીવીઓ પોતાની લારીઓ લઈને રીતસરના ભાગ્યા હતા.

શ્રમજીવીઓની શાકભાજીની લારીઓ ઉભી કરી દેજો પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આજે સવારથી જ વાયરલ થયો છે જેને લઇને લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે નાગરિકો એવી માગણી કરે છે કે હાલની પરિસ્થિતિમાં પોલીસનું કામ તમામ વર્ગના લોકોને સપોર્ટ આપવાનું છે પરંતુ પોતાના પાવર નો દુરુપયોગ કરીને પોલીસ લોકો સાથે દાદાગીરી કરી રહી છે શાકભાજીની લારી ઉંધી પાડી દેનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની તેમજ તેમની પાસેથી નુકસાન મેળવીને તેનું વળતર શાકભાજીના લારીવાળાઓને આપવું જોઈએ તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી રહ્યા છે હવે સરકાર આ મુદ્દે શું કરે છે તે જોવું રહ્યું.