શાકભાજીની લારીઓ ઉંધી કરનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

અમદાવાદના નિકોલમાં આજે સવારે શ્રમજીવીઓની શાકભાજીની લારીઓને ઊંધી પાડીને તેમને આર્થિક નુકસાન પહોંચાડીને દાદાગીરી કરનારા પોલીસ અધિકારીઓને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.

આઇપીએસ અધિકારી સમશેર અંગે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાની વાત પણ જણાવી છે જોકે આગળ આવા બેજવાબદાર અધિકારીઓને વિરોધમાં શું પગલાં લેવા છે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.