રવિવારે બપોર પછી ઘરની બહાર નીકળનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે

કોરોના વાયરસને કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન છે. આ સ્થિતિ વચ્ચે પણ કોરોના કેસોની સંખ્યામાં રોકેટની ગતિથી વધારો થઈ રહ્યો છે. જેને પગલે આવતીકાલે એટલે કે રવિવારથી સમ્રગ અમદાવાદમાં 12 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેની માહિતી અમદાવાદ પોલિસ દ્રારા આપવામાં આવી છે.

જોકે, લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુ ખરીદવા માટે સવારે 8 થી 12 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. જો બાર વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળશે તો તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પોલિસ દ્વારા લોકડાઉનનના નિયમો વધુ કડક કર્યા છે.