ગુજરાતમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા: 40 થી 80 ટકાનો વધારો

– ગુટખા પાન-મસાલા તથા સિગારેટના ભાવમાં તો 100 ટકાનો વધારો

સમગ્ર દેશમાં કોરોનાવાયરસને પગલે કેન્દ્ર સરકારે 25 માર્ચથી લોકડાઉન કરેલું છે જેને પગલે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. વિવિધ કઠોળ તથા દાળ ચોખા અને સીંગતેલ તેમજ ઘઉંના લોટમાં ૪૦ થી ૮૦ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. નાના મોટા વેપારીઓ પોતાના મનમાં આવે એ રીતના ભાવો દરેક સામગ્રીના લઇ રહ્યા છે.

ઘરવખરીનો સામાન લેવા જઈ રહેલા નાગરિકો કે ગૃહિણીઓ પણ આ ભાવ વધારા સામે ખાસ કંઈ વિરોધ કરતા નથી જો કોઈ ગ્રાહક ભાવ પૂછે છે તો વેપારી એવો જવાબ આપે છે કે અમને અત્યારે ઉપરથી જ મોંઘા ભાવની વસ્તુઓ મળે છે માટે અમે વધુ ભાવ લઈએ છીએ.

એક બાજુ છેલ્લા સાત દિવસથી નોકરી ધંધા અને રોજગાર બંધ થઈ ગયા છે બીજી બાજુ જીવન જરૂરી ખાદ્ય સામગ્રીઓના ભાવ લગભગ બમણા થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ખાદ્ય સામગ્રી ઉપરાંત પાન મસાલા તેમજ ગુટકા અને સિગારેટના ભાવમાં તો 100 ટકાથી વધુનો વધારો થઈ ગયો ગુટખાની વિવિધ પદ્ધતિઓ જે અગાઉ પાંચ રૂપિયામાં મળતી હતી તેના ૧૦ થી ૧૨ રૂપિયા થઈ ગયા છે. આ જ રીતે જે મસાલો તે અત્યારે 40થી 50 રૂપિયામાં મળે છે સિગારેટના પેકેટના ભાવ પણ લગભગ ડબલ થઇ ગયા છે કાળા બજાર એ માઝા મૂકી છે હજુ આગામી ૧૪ દિવસ સુધી lockdown ચાલુ રહેવાનું છે જેથી એવી ભીતિ વ્યક્ત થઈ રહી છે કે આગામી દિવસોમાં પણ આવી તમામ સામગ્રીઓના ભાવ માં બેફામ લૂંટ ચલાવશે.