વડાપ્રધાન અને કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે: અમિત ચાવડાનો ગંભીર આક્ષેપ

ધમણની કાળી કમાણીથી ખરીદી કરવાનું શરૂ: પરેશ ધાનાણી

ભાજપે દુકાન શરૂ કરી દીધી ધાનાણીનો આક્રોશ

ગુજરાતનો રાજકીય માહોલ ફરીથી ગરમાયો છે. કોંગ્રેસના બે થી ત્રણ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના બે સિનિયર નેતાઓ અમિત ચાવડા અને પરેશ ધાનાણી મેદાનમાં આવી ગયા છે. અમિત ચાવડાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી કૈલાસનાથન દ્વારા ધારાસભ્યોને તોડવાનું કામ કરવામાં આવે છે.

અમિત ચાવડાએ દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે જ છે અને કોંગ્રેસ બે બેઠકો પર ચોક્કસથી જીત મેળવશે. આજે સાંજે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ ધારાસભ્યોને મીટીંગ છે જેમાંથી પાંચ ધારાસભ્યો વિવિધ કારણોસર હાજર રહી શકવાના નથી અને તેઓએ હાજર નહિ રહેવા માટેની મંજૂરી પણ મેળવી છે.

જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્રોશ ઠાલવ્યો છે કે ધમણની કમાણીથી ધારાસભ્યોની ખરીદી શરૂ કરવામાં આવી છે કાળા કામનો સરવાળો એટલે કે કે ભાજપે દુકાન શરૂ કરી દીધી છે આ બંને નેતાઓએ કહ્યું કે કૈલાસનાથન જેવા અધિકારીઓ ધારાસભ્યોને તોડવાનું કામ કરે છે ઉપરાંત કેટલાક કલેક્ટરો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમાં સામેલ છે અમારી પાસે આ સંદર્ભમાં આ પુરાવાઓ પણ છે.