કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબોરેટરીને પણ મંજૂરી: નિતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાયરસના ટેસ્ટ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન કર્યું જેમાં કહ્યું કે હવેથી MD ડો. પ્રસ્કિપ્શનના આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવાવી શકાશે.

આ મુદ્દે હાઈકોર્ટમાં પણ રીટ થઈ હતી રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હતો બાદ હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો કહ્યું કેમ ટેસ્ટ ન થઈ શકે. ટેસ્ટ લેતા પહેલા સરકારની મંજૂરી લેવી પડતી જેમાં 48 કલાક જેટલો સમય લાગી જતો જેવી ભારે માથાકૂટ હતી જે તમામ સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધા અને કહ્યું કે અમદાવાદમાં આશરે 1400 જેટલા MD ડોકટરો છે જે પ્રસ્ક્રિપ્શન આપશે તે દર્દીનું ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકે પરંતુ MD ડોકટરો પ્રસ્ક્રિપ્શન હોવું જરૂરી છે તેમજ આ ટેસ્ટ માટે રૂ. 4500થી વધારે લઈ નહી શકે.