કેન્દ્રના કર્મચારીઓનું મોંધવારી ભથ્થું સ્થગિત અમાનવીય નિર્ણય: રાહુલ ગાંધી

દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે જેની અર્થતંત્ર પર ભારે અસર થઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેન્દ્રના કર્મચારીઓનું મોંધવારી ભથ્થા વધારા પર રોકનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીએ આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે કરોડોના બુલેટ ટ્રેન અને કેન્દ્રીય વિસ્તા બ્યુટીફીકેશન પ્રોજેક્ટને સ્થગિત કરવાને બદલે કોરોના સામે લડીને જનતાની સેવી કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમજ દેશના જવાનનોના મોંઘવારી ભથ્થા(DA)માં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય અસંવેદનશીલ અને અમાનવીય છે. રાહુલ ગાંધીની આ ટ્વીટને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રિટ્વીટ કરી છે.

કેન્દ્ર સરકારે મોંઘનવારી ભથ્થામાં જે કાપ કર્યો છે તેને પગલે સરકારની તિજોરીમાં લગભગ સવા લાખ કરોડ રૂપિયાની બચત થશે. કોરોના વાયરસને કારણે સર્જાયેલી કટોકટીની વચ્ચે સરકાર તેને મોટુ પગલું ગણાવી રહી છે.

મોદી સરકારે ગત માર્ચ માસમાં કેન્દ્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી મોટી ભેટ આપી હતી. પરંતુ કોરોના વાયરસને કારણે આ વધારાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.