કોરોનાના વધતા કેસોને કારણે રાજસ્થાન સરકારે કરી સરહદ સીલ

રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે જેને પગલે રાજ્ય સરકારે પાડોશી રાજ્યોની જોડતી બોર્ડર સીલ કરવા નિર્ણય લીધો છે. હવે જે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની ટ્રાવેલ અને મેડિકલ હિસ્ટ્રીની તપાસ કરાશે તેમજ પાસ વગર રાજ્યમાં કોઈને પ્રવેશ મળશે નહીં અને બોર્ડર પર સ્ક્રિનિંગ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલી કોર ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડો. શર્મા જણાવ્યું કે જે પ્રકારે કોરોના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવો જરૂરી હતો. અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને કારણે રાજ્યમાં સંક્રમણ વધ્યું છે. તેમજ કહ્યું કે આગામી દિવસોમાં જો આ જ રીતે કેસો વધતા રહેશે તો વધુ કડક નિર્ણયો લેવામાં આવી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં બે હાજરથી વધારે કેસો સામે આવ્યા જે ચિંતાની વાત છે જેને અમે સામાન્યમાં લઈશું નહી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવાર સવારે તેમના નિવાસ સ્થાને કોરોના મુદ્દે બેઠક બોલાવી જે બેઠકમાં દિલ્હી અને ગુજરાત કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને ત્યાંથી લોકો રાજસ્થાનમાં આવી રહ્યા છે જેવા મુદ્દે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.