રાજસ્થાન હાઈકોર્ટે 21 જુલાઈ સુધી નોટિસ પર લગાવી રોક

રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેંચે આજે સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી હતી જેમાં હાઈકોર્ટે 21 જુલાઈ સુધી નોટિસ પર રોક લગાવી દીધી છે. વિધાનસભા સ્પીકર સી.પી. જોશીએ પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતી નોટિસ પાઠવી હતી. પાયલટ સહિતના તેમના જૂથે નોટિસ ગેરકાયદે હોવાના દલીલી સાથે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

જોકે, આ મુદ્દે ગઈકાલે થોડા સમય સુનાવણી ટાળી દેવામાં આવી બાદ આજે બપોરે ફરી સુનાવણી શરૂ થતા રાજસ્થાન હાઈકોર્ટે 21 જુલાઈ સુધી નોટિસ પર રોક લગાવી દીધી છે. જેને પગલે હવે આ મામલે 20 જુલાઈને સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજસ્થાન હાઈકોર્ટેમાં સચિન પાયલટ સહિત તેમના જૂથ વતી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હવે આગામી સોમવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. હાઈકોર્ટે નોટિસ પર રોક લગાવતા સ્પીકર પાયલટ સહિત 19 ધારાસભ્યો વિરૂદ્ધ 21 જુલાઈ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે.