રાજકોટના કલેકટર રેમ્યા મોહન કોરોના પોઝિટિવ

ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લામા કોરોના વોરિયર્સ તરીકે કલેકટર તરીકે છેલ્લા પાંચ માસથી કાર્યરત હતા. જોકે, હાલ તેઓ સંક્રમિત થતા હોમ આઈસોલેટ થઈ ગયા છે.

બીજી બાજુ રાજકોટના મેયર બિના આચાર્ય અને રાજકોટ મનપાના કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.