રાજ્યસભાની ચૂંટણી પરિણામ: ભાજપની બાજી ત્રણેય ઉમેદવારોની જીત, કોંગ્રેસ એકમાં રાજી

રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે સવારે 9થી સાંજના ચાર વાગ્યા સુધી ચૂંટણી યોજાઈ હતી અને પાંચ વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. જોકે કોંગ્રેસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના નેતા કેસરીસિંહ સોલંકીના મતદાન પર વાંધો ઉઠાવ્યો હતો તેમજ મત રદ્દ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ ચૂંટણી પંચે આ અપીલને નક્કારી દીધી હતી. જેને પગલે મત ગણતરીની શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.

રાજ્યસભાની ચૂંટણી પરિણામ સત્તાવાર જાહેર થતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત થઈ છે જેમાં અભય ભારદ્રાજ 36 , રમીલાબેન બારાને 36 અને ત્રીજા નરહરિ અમીન 35.58 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 36 મત મેળવીને જીતી ગયા અને ભરતસિંહ સોલંકીને 30 મત મેળવીને હારનો સામનો કરવો પડ્યો છે.