અમદાવાદમાં અષાઢી બીજે એટલે કે ૨૩મી જુને ખૂબ જ સાદાઈથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

છેલ્લા 142 વર્ષથી અષાઢી બીજના દિવસે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ વખતે ૨૩મી જુને ૧૪૩મી ઐતિહાસીક રથયાત્રા નિકળશે કે કેમ તે અંગે અમદાવાદ સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓ રાહ જુએ છે. કોરોના વાયરસની સ્થિતિમાં અને લોકડાઉનમાં આપેલી છૂટછાટના નિયમો ધ્યાનમાં રાખીને રથયાત્રાના સંદર્ભમાં વિચારણા શરૂ થઈ છે

જાણવા મળે છે કે આ વખતે પણ આવી પરિસ્થિતિમાં ભગવાન જગન્નાથની ૧૪૩મી રથયાત્રા કાઢવામાં આવશે જો કે આ રથયાત્રા ખુબજ સાદગીપૂર્ણ હશે અને લાખો લોકોની જેમ મેદની ભેગી થતી હતી તેને નિવારવાનો પ્રયત્ન કરાશે. મંદિરના ટ્રસ્ટના સંચાલક મહેન્દ્ર ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલના સંજોગો જોતા નિર્ણય કરવાની સ્થિતિ જ નથી. આજે બેઠક થઈ હતી અને સંતોને આજ્ઞા મુજબ નક્કી કરાયું છે કે સાદગીથી યાત્રા નીકળશે.

જોકે આ રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે જોવા નહીં મળે એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે, પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લઈશું.

રથયાત્રામાં માત્ર 3 રથ જ યાત્રામાં જોડાશે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી આ વર્ષે ભગવાનની યાત્રા નિહાળે, સરકાર તરફથી હજુ જે દિશાનિર્દેશ મળશે તેને ફોલો કરીશું.

5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહીં હોય. એક રથમાં 30 જેટલા ખલાસી ભાઈઓ રહેશે તેવું આયોજન કરીશું. નિયમોનું પાલન કરાશે. ભગવાનના મામેરામાં આ વખતે માત્ર એક કે બે લોકોને આમંત્રિત કરીશું. મંદિરમાં ભીડ ન થાય તેવું આયોજન કરીશું.

રણછોડ મંદિર તરફથી આ વખતે એક કે બે લોકોને જ આવવાનું કહેવાશે. 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે.સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે.

આ પ્રકારે રથયાત્રા કદાચ પહેલીવાર નીકળશે એ પ્રકારની વાત મહેન્દ્ર ઝા, ટ્રસ્ટી, જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવી છે.