ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ફરી હિમાંશુ પંડ્યાની નિમણૂક

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ફરી હિમાંશુ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. વધુ એક ટર્મ માટે ગુજરાત સરકારે કર્યો સત્તાવાર જાહેરાત કરીને કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને હિમાંશુ પંડ્યાની સેવા ત્રણ વર્ષ માટે મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી અને તેમજ હવે દેશની ટોપ 50માંની રાજ્યની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી છે. અગાઉ કુલપતિ હિમાંશુ પંડયાની ટર્મ 16મે પુરી થઈ ગઈ હતી.