કોંગ્રેસના ધારાસભ્ય બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને ઘરની કામવાળીનો રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રિપોર્ટ કરાવ્યો જ્યારે શૈલેષ પરમાર પણ રિપોર્ટ કરાવશે. સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક બાબત એ છે કે ગઈકાલે કોંગ્રેસના એક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ તથા તેના ઘરના કામ કરતા બહેનને નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જેને લઇને ભારે ગભરાટ ફેલાયો છે. બીજી બાજુ ઈમરાન ખેડાવાલાની સાથે ગાંધીનગર સુધી એક જ ગાડીમાં જનારા કોંગ્રેસના અન્ય બે સિનિયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા શૈલેષ પરમાર ઉપર પણ જોખમ ઊભું થયું છે. જોકે આજે બપોરે વાગ્યા સુધીને રિપોર્ટ કરાવ્યો છે જ્યારે શૈલેષ પરમાર બપોર પછી રિપોર્ટ કરાવશે.