ઋષિ કપૂરે ચોકલેટ માટે પ્રથમ શ્રી 420 ફિલ્મમાં અભિનય કર્યો

બોલિવૂડના સૌથી મોટા કપૂર ખાનદાનના મહાન અભિનેતા ઋષિ કપૂરનું આજે નિધન થયું છે. ઋષિ કપૂરે લગભગ 5 દશકોથી વધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. ફિલ્મ બોબીથી તેમણે એકટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમની કારકીર્દિમાં અત્યાર સુધીમાં તેમણે ઘણા રોલ કર્યા અને લગભગ દરેક અભિનયમાં કમાલની એકટિંગ કરી બતાવી છે.

તમને ખબર છે કે તેમની પ્રથમ ફિલ્મ બોબી નહીં પરંતુ પિતા રાજ કપૂરની શ્રી 420 હતી. ઋષિ કપૂરે ખુદ ખુલાસો કર્યો હતો કે નરગિસે તેમને આ રોલ કરવા માટે મનાવ્યા હતા. હકીકતમાં ઋષિ કપૂર શ્રી 420ના ગીત પ્યાર હુઆમાં રાજ અને નરગિસના પાછળ વરસાદમાં ચાલતા ત્રણ બાળકો પૈકી એક ઋષિ કપૂર હતા.

તે સમયે ઋષિની વય માત્ર 3 વર્ષની હતી. નરગિસે ચોકલેટની લાલચ આપીને આ ગીતમાં ઋષિને લીધા હતા. ઋષિએ આ અંગે વાત કરતા કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે શ્રી 420માં મારે એક રોલ કરવાનો છે જેમાં મારા મોટા ભાઈ અને બહેન પણ હશે. શોટ દરમિયાન જ્યારે પાણી મારા પર પડતુ ત્યારે હું રડવા લાગતો હતો.

જે કારણે હું શૂટિંગ કરી શકતો નહોતો. ત્યારે નરગિસ મને કહ્યું કે જો રોલ દરમિયાન તું આંખ ખુલ્લી રાખીશ અને રડીશ નહીં તો હું તને ચોકલેટ આપીશ. જે બાદ મે માત્ર ચોકલેટ માટે આંખ ખુલ્લી રાખી અને જે મારો પ્રથમ રોલ હતો.

ઋષિ કપૂરે ફિલ્મ મેરા નામ જોકરમાં રાજ કપૂરના પાત્રના યંગ વર્જન ભજવતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 1970માં આવેલી ફિલ્મ મેરા નામ જોકરમાં પિતા રાજ કપૂરે તેને લેવા માટે તેની મા કૃષ્ણા કપૂર સાથે કરી હતી.