બ્રેકિંગ: વિશ્વમાં સૌપ્રથમ રશિયાએ લોન્ચ કરી કોરોનાની રસી

ભારત સહિત સમ્રગ વિશ્વ કોરોના વાયરસનનો કેર યથાવત છે આ સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે જાહેરાત કરી કે કોરોના વાયરસ માટેની પ્રથમ રસી બની ગઈ છે તેમજ વ્લાદિમીર પુતિને દાવો કર્યો કે આ વિશ્વની પ્રથમ સફળ કોરોના વાયરસ રસી છે જેને રશિયાના આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં પુતિને કહ્યું કે તેમની પુત્રીને પણ આ રસી લીધી છે.

સમાચાર એજન્સી AFP માહિતી અનુસાર, આ રસીને મોસ્કોના ગામેલ્યા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. મંગળવારે રશિયાના આરોગ્ય મંત્રાલયે આ રસીને સફળ ગણાવી છે આ સાથે, વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે ટૂંક સમયમાં ઝડપથી રશિયામાં આ રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસી ડોઝ બનાવવામાં આવશે.