કોરોનાની જંગમા રશિયા કંપનીએ PM કેર ફંડમા 2 મિલિયન ડોલર દાન કર્યુ

કોરોના વાયરસની જંગમા સરકારને આર્થિક સહાય કરવા હવે માત્ર ભારતીય લોકો નહી પણ વિદેશીનો સમવાશે થાય છે. રશિયા સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ સંસ્થા રોસોબોરોનેક્સપોર્ટે કોવિડ-19 સંકટનને પહોંચી વળવા માટે સ્થાપિત PM કેર ફંડમાં 2 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

કંપનીના સૂત્રોએ કહ્યું છે કે ભારત પરંપરાગત રૂપથી રોસોબોરોનેક્સપોર્ટેના પ્રમુખ ભાગીદાર રહ્યું છે. હવે આ મુશ્કેલ પરિસ્થિતિમાં કંપની માનવતા હેતુ માટે સહાય કરી રહી છે. કોરોનાની લડાઈ માટે કંપની તરફથી ભારતને 2 મિલિયન ડોલરની રકમ દાનમાં આપવામાં આવી છે. આ મહામારીની જંગમા એકજૂટતા પ્રદર્શિત કરે છે.