સચિન પાયલટ પણ હોર્સ ટ્રેડિંગમાં સામેલ હતા: અશોક ગેહલોત

બીજી બાજુ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ સચિન પાયલોટ શાંત થઈ ગયા પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ધડાકો કરતાં જણાવ્યું છે કે રાજસ્થાન સરકારને ઉથલાવી નાખવા માટે સચિન પાયલોટ પણ હોર્સ ટ્રેડિંગમાં સામેલ હતા કોંગ્રેસના એક ધારાસભ્યને 20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી, પાયલટ પોતે જ સ્પષ્ટતા કરતા હતા, જો ધારાસભ્યોને હોટેલમાં ન લઈ ગયા હોત તો સરકાર પડી જાત આ ખેલ છ મહિના પહેલાં જ થવાનો હતો અમને જાણ થયા બાદ રાજસ્થાનના એસ.ઓ.જી માં અમે ફરિયાદ કરી હતી.

બીજી બાજુ સચિન પાયલટ આજે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને મળ્યા હતા ત્યારબાદ તેઓએ કોંગ્રેસનો આલાપ શરૂ કર્યો હતો સચિન પાયલોટે ફરી વખત સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપમાં ક્યારેય જોડાવવાના નથી તેમને બદનામ કરવા માટે આવી વાતો કરવામાં આવે છે ઉપરાંત આજે બપોર પછી તેઓએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ પ્રિયંકાને મળ્યા બાદ તેમણે આ કોન્ફરન્સમાં રદ કરી હતી આમ અત્યારે એવું લાગે છે કે રાજસ્થાન કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે.

બે દિવસ પહેલાં જ રાજસ્થાન સરકારે નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલોટ અને દેશદ્રોહ ના સંદર્ભમાં નોટિસ ફટકારી હતી જેને લઇને તેઓ નારાજ થઈ ગયા હતા અને બળવો પોકાર્યો હતો એક તબક્કે એવું લાગતું હતું કે મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાની સરકાર પણ જશે પરંતુ છેલ્લી ઘડીએ રાજસ્થાન સરકાર બચી ગઇ હતી પરંતુ હવે જે રીતે ફરીથી અશોક ગેહલોતે સચિન પાયલોટ પર આક્ષેપોનો મારો ચલાવતા રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં નવાજૂની થવાના એંધાણ છે ભાજપના દિલ્હીના નેતાઓને નજર પણ રાજસ્થાન ઉપર જ છે.