સચિન પાયલટની ઉપમુખ્યમંત્રી- પ્રમુખ પદેથી હકાલપટ્ટી

રાજસ્થાનમાં જારી રાજકીય સંકટ વચ્ચે આજે મોટો ફેરફાર થયો છે. કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર પગલા લેતા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે સાથે સચિન પાયલટને સમર્થન આપતા મંત્રીઓએને પણ હટાવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરેજવાલાએ આ અંગે જાણકારી આપી છે. આ રાજકીય દંગલમાં અશોક ગેહલોત ફરી એકવાર વિજેતા તરીકે ઉભરી આવ્યા છે.

તેમજ કહ્યું કે, ભાજપ પાર્ટી ષડ્યત્ર હેઠળ રાજસ્થાનની આઠ કરોડ પ્રજાના સમ્માનને પડકાર આપ્યો છે. ભાજપ મની અને સત્તાના પાવર પર ધારાસભ્યોને કરોડોની લાલચ આપી રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોતની સરકાર ઉથલાવવા કાવતરુ કરી રહી છે.

કોંગ્રેસ આજે ફરી ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભાગ ન લેતા ધારાસભ્યોને નોટિસ પાઠવી હતી. ધારાસભ્યોને પાર્ટી દ્વારા અવારનવાર ચેતવણી આપવામાં આવી હતી પરંતુ બેઠકમાં હાજર ન રહ્યા.

નોંધનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેનો મતભેદ ચાલી રહ્યા હતો જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી ચરમસીમાએ પહોંચી ગયો હતો. જેને પગલે નાયબ મુખ્યમંત્રીએ બળવો કરતા કોંગ્રેસ વ્હિપ જારી કર્યો અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં સચિન પાયલટ અને તેના સમર્થકો બેઠકમાં હાજર રહ્યા નહોતા. જોકે, કોંગ્રેસના અનેક મોટા નેતાઓએ પાયલટને મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેમણે પોતાની મનમાની ચલાવી. ત્યારબાદ આખરે કોંગ્રેસ હાઈ કમાન્ડે આ નિર્ણય લીધો.