“ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ”સ્વામિનારાયણ મંદિરના સંતોએ રસોડાની મુલાકાત લીધી

પડોશમાં કોઈ ભૂખ્યુંના સુવે તેનો સામુહિક સંકલ્પ સાથે લોકડાઉનની સ્થિતિમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા “ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ” સતત ચલાવવામાં આવી રહ્યો છે. શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં ૪,૦૬,૭૯૨ લોકો ભોજન પ્રસાદીના ભાગીદાર બન્યા છે.

ત્યારે વડિયા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી તેમજ હરીકૃષ્ણ સ્વામીજીએ વડીયા ખાતે ચાલતા રસોડાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ સાથે રસોડા તેમજ આગામી જવાબદારીઓ બાબતે ચર્ચા કરી આ તકે વડીયાના આગેવાન ભીખુભાઇ વોરા, દિલીપભાઈ શિંગાલા, ધર્મેન્દ્ર પાનસુરીયા, મિહિર બરછા, જાવેદ બાલાપરીયા, પ્રમોદ ગઢિયા, પરેશભાઈ કોટડીયા, ખોડાભાઈ મકવાણા તેમજ સેવા કરતા લોકો હાજર રહ્યા હતા.