જુઓ, મુંબઈ-કાશ્મીર સહિત ભારતમાં કેવો સૂર્ય દેખાયો

21 જૂન વર્ષના સૌથી મોટા એટલે કે આજના દિવસે સૂર્યગ્રહણ દેખાવાનું શરૂ થઈ ગયું છે. 25 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું છે કે, વલયાકાર એટેલે કે અંગૂઠી જેવું દેખાતુ ગ્રહણ દેખાયું છે. સૂર્ય ગ્રહણ દરમ્યાન ભારતના ઘણા શહેરોના આકાશમાં સૂર્યનો આકાર એખ ચમકતી અંગૂઠી જેવો જોવા મળ્યો. આ અગાઉ 1995 વર્ષમાં આ પ્રકારે ગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્ય ગ્રહણનો સમય સવારે 9.15 વાગ્યે શરૂ થઈને બપોરે 3.04 વાગ્યે સમાપ્ત થશે.

જ્યોતિષોના પ્રમાણે લગભગ 5 કલાક 49 મિનિટ એટલે કે આશરે 6 કલાક સુધીના સૂર્યગ્રહણમાં ગ્રહોના સંયોગ દ્રારા કેટલાય પરિણામો જોવા મળી શકે છે. સૂર્યગ્રહણ ભલે એક ખગોળીય ઘટના હોય પરંતુ ધર્મ-જ્યોતિષ અને વિજ્ઞાનમાં પોતાનો અર્થ છે.તેમજ કહ્યું કે, કોરોના મહામારીમાં સૂર્યગ્રહણ ખૂબ જ અશુભ મનાય છે. જે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં રોગ અને મહામારીનું ગ્રહણ સાબિત થઈ શકે છે.