સાંસદ અભય ભારદ્વાજ ભરતસિંહ સોંલકીને મળ્યા હોવાથી થયા સેલ્ફ ક્વોરન્ટાઈન

કોરોના વાયરસ હવે રાજકીય નેતાઓ પણ તેના ભરડામાં આવી રહ્યા છે. ભાજપના રાજ્યસભાના વિજયી સાંસદ અભય ભારદ્વાજ ભરતસિંહ સોંલકીના સંપર્કમાં આવતા સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જોકે, આજે બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભરતસિંહ સોલંકી મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હતા જેને પગલે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.