વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને માનહાનિના કેસમાં SC દોષિત ઠેરવ્યા

સુપ્રીમકોર્ટે માનહાની કેસ મુદ્દે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા હવે સજા મામલે આગામી 20 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.

નોંધનીય છે કે પ્રશાંત ભૂષણ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડે અને ચાર પૂર્વ સીજેઆઈને લઈને કરવામાં આવેલા બે અલગ-અલગ ટ્વીટ પર સુપ્રીમ કોર્ટે તેમની વિરૂદ્ધ માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.

નોટિસના જવાબમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણએ કહ્યું હતું કે ‘સીજેઆઈની ટીકા સુપ્રીમ કોર્ટની ગરીમાને ઓછી કરતી નથી. બાઇક પર સવાર સીજેઆઈના મુદ્દામાં ટ્વીટ કોર્ટમાં સામાન્ય સુનાવણી ન થવા બદલ તેમની વેદના દર્શાવી હતી આ સિવાય, ચાર ભૂતપૂર્વ સીજેઆઈ વિશેના ટ્વીટની પાછળ મારી વિચારસરણી છે, જે અપમાનજનક નહીં પણ અપ્રિય લાગે છે.