ગુજરાતમાં કોરોના વધુ સાત કેસ નોંધાયા

રાજ્યમાં કુલ કેસનો આંકડો 95 પહોંચ્યો: સાત વર્ષની બાળકીને કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસના બીજા નવા વધુ સાત કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 95 પર પહોંચી છે. રાજ્યભરમાં કુલ અત્યાર સુધીમાં આઠ વ્યક્તિઓના મોત નિપજ્યા છે . ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સેક્રેટરી ડોક્ટર જયંતિ રવિએ આજે સવારે ગાંધીનગરમાં આ સંદર્ભ નુ એક મીડિયા બુલેટિન જારી કર્યું છે. જેમાં જણાવાયું છે કે એક સાત વર્ષની દીકરીને કોરોના થયો છે.

જ્યારે અન્ય 35 થી 40 વર્ષની ઉંમરના લોકોને પણ કોરોના થયો છે. પંચમહાલમાં કોરોનાવાયરસને કારણે એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે.

ડો જયંતિ રવિએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં 14708 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા જેનો 14 દિવસનો પિરિયડ આજે પૂરો થાય છે. આથી આવા તમામ દર્દીઓને હવે તેમના ઘરે હોમ કંટ્રોલમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે એટલું જ નહિ હજુ શક્યા હોત તો બીજા ચૌદ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવાની વાત કહેવામાં આવી છે તેઓએ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં 1944 ટેસ્ટ થયા છે જેમાંથી કુલ ૯૫ વ્યક્તિઓના કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1847 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.