મુખ્યમંત્રી સહિતના અનેક મંત્રીઓ અને નેતાઓએ સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ કર્યો

રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો મેળવીને જાણે કોઈ મોટો તીર માર્યો હોય તેમ ભાજપના નેતાઓ ભાન ભૂલી ગયા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો જેમાં આવા મંત્રીઓ અને નેતાઓએ સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાડ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અન્ય એક જુનિયર સાંસદ હમણાં જ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે એવા નરહરિ અમીન કોરોના મહામારીમાં ICMR કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્ક ફરજીયાત છે તેમ છતાં પોતાના શુભચિંતક પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીલાલ પરમાર સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનોને માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટસિંગ ના ધજાગરા ઉડાવી ને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાડ્યા છે.