મોરબી કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા

આજે મોરબી ખાતે કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા, જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,પૂર્વ ધારાસભ્યકાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મહામંત્રી હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા તથા ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યઓ,સરપંચો,ઉપસરપંચો તથા કોંગ્રેસના આગેવાનો અને યુવાનોએ આજે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

આ તકે પ્રદેશ ઉપાઘ્યક્ષ આઈ. કે. જાડેજા તથા પદાધિકારીઓએ સૌનું સ્વાગત કર્યું હતું તથા જણાવ્યું હતું કે તેમના જોડાવાથી ભાજપની તાકાત વધશે તથા આગામી મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય એ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.