શંકરસિંહ વાઘેલાએ એનસીપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

શંકરસિંહ વાઘેલાએ એનસીપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓએ એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે તેમજ પોતાના ટ્વિટર હેન્ડલ પર રાજીનામું આપ્યું હોવાની બાબત જણાવી છે.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાને એનસીપીના નેતાઓ સાથે કોઈ મુદ્દે માથાકૂટ થતાં તેઓ નારાજ થઈ ગયા હતા. શંકરસિંહ વાઘેલાને એનસીપીના ગુજરાતના પ્રમુખ પણ બનાવાયા હતા પરંતુ તેમની પાસેથી આ હોદ્દો લઇ લેવાયો હતો આખરે શંકરસિંહ એનસીપીને પણ હવે બાય બાય કરી દીધું છે.