અનલોક-4: ગુજરાતમાં આજથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે

આજથી દેશભરમાં અનલોક-4ની શરૂઆત થઈ ગઈ છે જેને પગલે રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. જે સંદર્ભમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું જ્યારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે રોજિદી પ્રવૃતિ ચાલુ રાખવામાં આવી છે. તેમજ રેસ્ટોરન્ટ અને હોટલને અનલોક-3માં 10 વાગ્યા સુધી ખુલી રાખવાની છૂટ મળી હતી જે હવે અનલોક-4માં સમય વધારીને 11 વાગ્યા સુધી કરાયો છે. જ્યારે દુકાનો અગાઉ 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવવામાં આવતી હતી જેને હવે 24 કલાક સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

  • શાળા કોલેજો અને સિનેમાગૃહોને 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
  • 7 સપ્ટેમ્બરથી મેટ્રો રેલને મંજૂરી
  • ઓપન એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખુલશે
  • મોર્નિગ વૉક અને ઈવનિંગ વૉક પર જઈ શકાશે
  • બાગ બગીચા જનતા માટે ખુલ્લા રહેશે
    તેમજ પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના 1200થી વધુ કેસો નોંધાય રહ્યા છે.